Friday, September 7, 2012

Say NO To Gutka, Say YES To Life!


v ગુજરાતની ઉજ્જવળ આવતીકાલ માટે ગુટખા મુક્તિ અભિયાનએક ઐતિહાસિક પગલું.......
          

         વ્યસનમુક્તિ માટે સરકાર સક્રિય બને અને આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે ગુજરાતનાં યુવાનો વ્યસનમાંથી મુક્ત થાય, કેન્સર જેવા ભયંકર રોગોને આમંત્રણ આપનારા ગુટખા ને ગુજરાત રાજયમાંથી રાજય નિકાલ કરવાનો નિર્ણય કરીને ગુજરાતનાં યુવાનો માટે અત્યંત જરૂરી પગલું ભર્યું છે. અને આ માટે 11 સપ્ટેમ્બર 2012 થી ગુજરાતમાં ગુટખાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ અમલમાં મુકાશે.

          “ગુટખા મુક્તિ અભિયાનઆ રાજ્યના યુવાનોને વ્યસનમાંથી મુક્ત કરવામાં મહત્વનો ફાળો આપશે. યુવાનો જે બિનજરૂરી સહજપણે ગુટખા જેવાં અત્યંત શરીર માટે નુકશાનકર્તા સાથે જોડાઈ પોતાનું જીવન ધ્રસ્ત કરી નાખે છે અને પોતાના કુટુંબના લોકો માટે પણ અંધકારમય ભવિષ્ય ઊભું કરે છે એટલે આ અભિયાન અત્યંત આવશ્યક છે આપણે એને બિરદાવીએ....

          ગુજરાત અને આપણી ભાવિ પેઢીને તંદુરસ્ત અને મજબૂત જોવી હોય તો આ અભિયાનમાં જોડવો અને સંકલ્પ કરો કે હું ક્યારેય ગુટખાનો ગુલામ ના બનીશ અને બીજાને ના બનવા દઈશ તથા ઉજ્જવળ, તંદુરસ્ત ગુજરાતનાં નિર્માણમાં મારાં આ નિર્ણય દ્વારા યોગદાન આપીશ

મિત્રો, આપનુ સમર્થન દર્શાવવા 8000980009 begin_of_the_skype_highlighting            8000980009      end_of_the_skype_highlighting પર Miss call કરો

Say NO To Gutka, Say YES To Life!